News of Sunday, 28th February 2021
રહેણાંક મકાનમાં સુધારા વધારા કરી હોટલ બનાવ્યા બાદ ફિલ્મ અભિનેતા સોનુ સુદને મહાનગરપાલીકાએ નોટીસ ફટકારી
હવે સોનું સુદે નિર્ણય બદલી હોટલના સ્થાને રહેણાંક મકાન જ બજાવવાનો નિર્ણય જાહેર કર્યો
મુંબઇ : જુહુ વિસ્તારમાં છ માળના મકાનને હોટેલમાંથી ફરી રેસિડેન્શિલ બનાવવાનો નિર્ણય અભિનેતા સોનુ સૂદે લીધો છે. મકાનમાં ગેરકાયદે સુધારાવધારા કરીને એને હોટેલ બનાવવા બાબતે મુંબઈ મહાનગરપાલિકાએ આપેલી નોટિસને સોનુ સૂદે વડી અદાલતમાં પડકારી હતી. ત્યાર પછી સર્વોચ્ચ અદાલતમાં પણ અરજી કરી હતી. ગેરકાયદે બાંધકામ અને નિયમોના પાલનમાં બેદરકારી બદલ સોનુ સૂદને વડી અદાલતે ઠપકો આપ્યો હતો. એ ઠપકાની ગંભીરતા સમજીને તેણે સર્વોચ્ચ અદાલતમાંથી અરજી પાછી ખેંચી હતી. સોનુ સૂદના આર્કિટેક્ટ પાર્થ આર્કિટેક્ચરલ કન્સલ્ટન્ટ્સે મકાનના 'ચેન્જ ઑફ યુઝર'ના દસ્તાવેજોમાં જોગવાઈઓ ફરી બદલીને એને રેસિડેન્શિયલ બનાવવાની દરખાસ્ત મોકલી છે.
(12:19 pm IST)