'છલાંગ'ની રાહમાં નુસરત ભરૂચા
અભિનેત્રી નુસરત ભરૂચા હમેંશા પોતાના લૂકસને લઇને ચર્ચામાં રહે છે. તાજેતરમાં ફિલ્મફેર એવોર્ડમાં તે હાઇ સાઇડ સ્લિટ મેકસી ડ્રેસ પહેરીને પહોંચી ત્યારે ફરીથી લૂકને કારણે ચર્ચામાં આવી હતી. આ ડ્રેસ ખુબ જ બોલ્ડ હતો. તેના કારણે તે ટ્રોલ થઇ હતી. પરંતુ ટ્રોલર્સને તેણે ખુબ જવાબ આપ્યા હતાં. તાજેતરમાં તે એક રેસ્ટોન્ટમાંથી બહાર આવી હતી ત્યારે ફોટોગ્રાફર્સએ ઘેરી લેતાં તેણે ઘણા પોઝ આપ્યા હતાં. તેની આ તસ્વીરો ખુબ વાયરલ થઇ હતી. નુસરતે બ્લેક કલરનું ટ્યુબ ટોપ અને બ્લુ ડેનિમ હાઇ થાઇ સ્લિટ સ્કર્ટ પહેર્યા હતાં. તે અત્યંત સ્ટાઇલીશ દેખાઇ રહી હતી. નુસરત છેલ્લે આયુષ્યમાન ખુરાના સાથેની ફિલ્મ ડ્રીમગર્લમાં જોવા મળી હતી. આ ફિલ્મ બોકસ ઓફિસ પર સફળ રહી હતી. હવે પછી નુસરત રાજકુમાર રાવ સાથેની ફિલ્મ 'છલાંગ'માં મુખ્ય રોલમાં જોવા મળશે. તે આ ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઇ રહી છે. ૩૧મી જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થશે.