ફિલ્મ જગત
News of Thursday, 28th February 2019

બેબી બમ્પનું ફોટોશૂટ કરાવ્યું સુરવીન ચાવલાએ

ટીવી અને ફિલ્મોની અભિનેત્રી સુરવીન ચાવલા મા બનવાની છે. તાજેતરમાં તેણે પ્રેગનન્સી ફોટોશૂટ કરાવ્યું છે. આ તસ્વીરો તેણે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ  કરી છે. બ્લુ રંગના ગાઉનમાં તે જબરદસ્ત દેખાઇ રહી છે. બેબી બંપ સાથેની તેની આ તસ્વીરોને તેના ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. સુરવીને કારકિર્દીની શરૂઆત 'કહીં તો હોગા' નામના ટીવી શો થકી કરી હતી. એ પછી તેને 'હેટ સ્ટોરી-૨' ફિલ્મથી ઓળખ મળી હતી. અંગત જિંદગી વિશે જાણીએ તો સુરવીને વર્ષ ૨૦૧૫માં બોયફ્રેન્ડ અક્ષય ઠક્કર સાથે લગ્ન કર્યા હતાં. પણ પોતે પરણેલી છે એ વાત તેણે ૨૦૧૭માં જાહેર કરી હતી. ચંદીગઢમાં જન્મેલી સુરવીને રિયાલીટી શો એક ખિલાડી એક હસીનામાં પણ કામ કર્યુ હતું. કોમેડી સરકસ કે સુપરસ્ટાર, કસોૈટી જિંદગી કી સહિતના શો ઉપરાંત કન્નડ અને પંજાબી ફિલ્મ પણ કરી છે.

 

(10:34 am IST)