ફિલ્મ જગત
News of Thursday, 28th February 2019

દિપીકા-શોયેબે ઉજવી મેરેજ એનિવર્સરી

રિયાલીટી શો બિગ બોસમાં વિજેતા રહી ચુકેલી દિપીકા કક્કડએ તાજેતરમાં પોતાની પહેલી મેરેજ એનિવર્સરી ઉજવી હતી. તેણે ઉજવણીની કેટલીક તસ્વીરો સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. જેમાં તે પતિ સાથે કેક કાપતી દેખાય છે અને સાથે બીજા પરિવારજનો પણ છે. દિપીકા તસ્વીરોમાં ખુબ જ ખુબસૂરત દેખાઇ રહી છે. પતિ શોયેબ પણ તેની સાથે મેચીંગ શર્ટ પેન્ટમાં દેખાય છે. બંનેની તસ્વીરોને તેના ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ કપલે  એનિવર્સરીમાં નવી બીએમડબલ્યુ એકસ-૪ ખરીદી છે. દિપીકા અને શોયેબે આ ગાડી સાથેની તસ્વીરો પણ પોસ્ટ કરી છે. શોયેબ અને દિપીકાએ સસુરાલ સિમર કા શોમાં સાથે કામ કર્યુ હતું. અહિથી જ બંનેની લવસ્ટોરી શરૂ થઇ હતી. દિપીકાએ ગયા વર્ષે જે. પી. દત્તાની ફિલ્મ પલટનમાં પણ કામ કર્યુ હતું. શોયેબે બટાલીયન ૬૦૯ નામની ફિલ્મ કરી છે.

 

(10:33 am IST)