ક્રાઇમ થ્રિલર ફિલ્મ 'મારન'માં પત્રકારના રોલમાં દેખાશે ધનુષ
સાઉથના સુપરસ્ટાર ધનુષની ફિલ્મ મારન ઓટીટી પ્લેટફોર્મપર આવશે. મોટા બજેટની આ ફિલ્મ અગાઉ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ કોરોનાને કારણે હવે ઓટીટી પર રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો છે. આ એકશન થ્રિલર ફિલ્મમાં ધનુષ એક પત્રકારના રોલમાં છે. કાર્તિક નરેનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ મારનમાં ધનુષ સાથે માલવિકા મોહનન, માસ્ટર મહેન્દ્રન, સમુથીરાકની, સ્મૃતિ વેંકટ અને કૃષ્ણ કુમારની મુખ્ય ભુમિકા છે. ફિલ્મ મારન ઓટીટી પર રિલીઝ થઇ રહી હોઇ ધનુષની આ એવી ત્રીજી ફિલ્મ બની રહેશે જે સીધી આ માધ્યમમાં રિલીઝ થઇ હોય. હગાઉ ધનુષની બે ફિલ્મો જગમે થંડીરમ અને અતરંગી રે પણ ઓટીટી પર રિલીઝ થઇ રહી હતી. ધનુષની હિન્દી ડબ ફિલ્મોના પણ અસંખ્ય ચાહકો છે. આ કારણે તેની ફિલ્મ મારનની હિન્દી દર્શકો પણ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.