ફિલ્મ જગત
News of Friday, 28th January 2022

ગૌરવ અનુભવી રહી છે સુસ્મિતા સેન

અભિનેત્રી સુસ્મિતા સેન લાંબા સમયના વિરામ પછી ડિજીટલ માધ્યમમાં આર્યા નામની વેબ સિરીઝથી ફરી અભિનયમાં આવી હતી. આર્યાની બીજી સિઝનને પણ ચાહકોને જબરદસ્ત આવકાર આપ્યો છે. આર્યા-૨માં સુસ્મિતાના દમદાર અભિનયને સતત પ્રસંશા મળી છે. આ એકશન ડ્રામાને દર્શકો અને સમિક્ષકોએ પણ વખાણી છે. રામ માધવાની, વિનોદ રાવત અને કપિલ શર્માના નિર્દેશનમાં આ સિરીઝ શાનદાર સાબિત થઇ છે. આ કારણે સુસ્મિતા સેન અને સમગ્ર ટીમ ગોૈરવ અનુભવી રહ્યા છે. તાજેતરમાં જ સુસ્મિતાએ આ સિરીઝના પાત્ર માટે ડીસી સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટીવલ આયોજીત ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ વર્કિંગ વુમન એવોર્ડ જીત્યો હતો. સુસ્મિતા કહે છે આયા-૨ને ભરપુર પ્રેમ અને સરાહના મળ્યા છે. આ કારણે હું સમગ્ર ટીમની આભારી છું. આંતરરાષ્ટ્રીય પ્રસિધ્ધી પ્રાપ્ત કરવી એ યાદગાર ક્ષણ છે.

(9:56 am IST)