ફિલ્મ જગત
News of Thursday, 28th January 2021

ટીવી પરદાના કપલ કરણવીર મહેરા અને નિધીએ કર્યા લગ્ન

ટીવી શો પવિત્ર રિશ્તાનો અભિનેતા કરણવીર મેહરા બીજી વખત લગ્ન બંધને બંધાયો છે. કરણવીરની જિંદગીમાં એક સમય એવો આવ્યો હતો કે તેને સતત એમ થતું હતું કે તે હવે પોતાના નિષ્ફળ લગ્ન જીવનમાંથી બહાર આવી શકશે નહિ. પરંતુ તે ઝડપથી તેમાંથી બહાર આવી ગયો છે. સાથી કલાકાર નિધી વી સેઠને કરણવીર દિલ દઇ બેઠો હતો. આ બંનેએ ચોવીસ જાન્યુઆરીએ લગ્ન કરી લીધા છે. દિલ્હીમાં ગુરૂદ્વારા ખાતે પરિવારજનો, મિત્રોની હાજરીમાં લગ્ન યોજાયા હતાં. ત્રીસ લોકોને જ આ લગ્નમાં સામેલ કરાયા હતાં. નિધીએ કહ્યું હતું કે વર્ષ ૨૦૨૦માં અમે અમારી જિંદગી જીવી છે, હવે અમે લગ્ન બંધને બંધાયા છીએ. કરણવીર અને નિધીની મુલાકાત બાર વર્ષ પહેલા સેટ પર થઇ હતી. પછી અલગ પડી ગયા હતાં. ત્રણ વર્ષ પછી ફરી મળ્યા હતાં. ત્યારે કરણવીર પ્રોડ્યુસર બની ગયો હતો.

(9:55 am IST)