ફિલ્મ જગત
News of Thursday, 28th January 2021

અત્યાર સુધી આવી શૈલીની ફિલ્મ બની નથીઃ કંગના

ફિલ્મો અને સોશિયલ મિડીયાને કારણે સતત ચર્ચામાં રહેતી કંગના રનોૈતની આગામી ફિલ્મ ધાકડ છે. જેમાં તે જબરદસ્ત એકશન કરતી જોવા મળવાની છે. આ ફિલ્મ આ વર્ષમાં પહેલી ઓકટોબરના રિલીઝ થશે. કંગનાએ પોસ્ટર સાથે લખ્યું હતું કે તે નિડર અને તેજસ્વી છે, તે એજન્ટ અગ્નિ છે. ભારતની પહેલી મહિલા એકશન થ્રિલર ફિલ્મ ભારતીય સિનેમાને અલગ જ લેવલ પર લઇ જશે તેવું નિર્માતા કહે છે. પોસ્ટરમાં કંગના તલવાર સાથે છે અને આસપાસ લાશો જોવા મળી રહી છે. તેના હાવભાવ પણ જોરદાર છે. કંગના ફિલ્મમાં જાસૂસના રોલમાં છે. કંગનાએ કહ્યું હતું કે ધાકડ ખુબ મોટી એકશન ફિલ્મ છે. આ એવી શૈલી છે જે હિન્દી ફિલ્મોમાં અત્યાર સુધી નહોતી. કંગનાની આ ફિલ્મનું શુટીંગ હજુ પુરૂ થયું નથી. છેલ્લે ભોપાલમાં શુટીંગ થયું હતું. નિર્દેશન રજનીશ રાજી ધઇ કરી રહ્યા છે.

(9:55 am IST)