ફિલ્મ જગત
News of Thursday, 28th January 2021

થ્રિલર મર્ડર મિસ્ટ્રીમાં ઋચા સાથે પ્રતિક

ગુજરાતી નાટકો અને ફિલ્મોમાંથી ઓટીટી પ્લેટફોર્મ પર હિન્દી વેબ સિરીઝમાં પહોંચી ગયેલા પ્રતિક ગાંધીને સિરીઝ સ્કેમ-૧૯૯૨ ખુબ ફળી છે. આ કારણે તેને સતત નવા પ્રોજેકટ મળી રહ્યા છે. હવે તે ફિલ્મકાર તિગ્માંશુ ધુલીયાની વેબ સિરીઝમાં કામ કરશે. થ્રિલર  મર્ડર મિસ્ટ્રી સિરીઝનું નામ 'સિકસ સસ્પેકટ્સ' રખાયું છે. પ્રતિક સાથે સિરીઝમાં ઋચા ચઢ્ઢા મુખ્ય રોલમાં છે. તિગ્માંશુએ અગાઉ ક્રિમિનલ જસ્ટી,સ આઉટ ઓફ લવ જેવી સિરીઝ આપી છે. સિકસ સસ્પેકટસ એ જાણીતા લેખક વિકાસ સ્વરૂપે આ જ નામથી લખેલી નવલકથા પરથી આધારીત છે. આ મર્ડર મિસ્ટ્રી યુપીના ગૃહમંત્રીના દિકરા આસપાસ ઘુમે છે. એ છોકરો મુખ્ય ભુમિકામાં નહિ હોય, પણ કહાનીમાં તેનો રોલ ખુબ અગત્યનો હશે. ગૃહમંત્રીના ઘરે યોજાયેલા સમારોહમાં તેના દિકરાની હત્યા થઇ જાય છે. પછી કહાની આગળ વધે છે. માર્ચમાં આ સિરીઝનું શુટીંગ શરૂ થશે. પ્રતિક પંદર વર્ષથી રંગમંચ સાથે જોડાયેલો છે.

(9:54 am IST)