કરીના કપૂર ફેમેલી સાથે ન્યુ યર સેલિબ્રેટ કરવા રવાના થઈ યુરોપ
મુંબઈ:તૈમૂરનો ફર્સ્ટ બર્થડે અને ક્રિસમસ સેલિબ્રેટ કર્યા પછી સૈફ અલી ખાન અને કરીના કપૂર ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે યુરોપની ઉડાણ ભરી છે. કરીના કપૂર અને સૈફ અલી ખાન પુત્ર તૈમૂરની સાથે એરપોર્ટ પર નજર આવ્યા હતા. જો કે, તૈમૂરની આ ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટ્રીપ નથી. તે પહેલા પણ ઇન્ટરનેશનલ ટ્રીપ કરી આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાન અને કરીના કપૂરનો પુત્ર તૈમૂર અલી ખાન ૧ વર્ષનો થઇ ગયો છે. ગયા વર્ષે ૨૦ ડિસેમ્બરે જ્યારે તેનો જન્મ થયો હતો ત્યારે તૈમૂરતેના નામને લઈને વિવાદમાં આવ્યો હતો. તૈમૂરના ક્યુટનેસની ચર્ચા ચારે તરફ થઇ રહી છે. પટૌડી પેલેસમાં તૈમૂરના બર્થડેની ઉજવણી કરવામાં આવી હતી.
સામાન્ય રીતે સેલેબ્સ તેમના બાળકોને મીડિયાની નજરથી બચાવતા હોય છે પરંતુ તૈમૂરની સાથે કરીના અને સૈફ અલી ખાને એવું કર્યું નથી. તૈમૂરના જન્મથી લઈને અત્યાર સુધી ઘણા ફોટા સોશિયલ મીડિયા પર આવ્યા છે.