ફિલ્મ જગત
News of Wednesday, 27th December 2017

સરસોંના ખેતની મજા લેતાં હેમા માલિની

બોલીવુડની અને ખાસ કરીને સ્વર્ગીય યશ ચોપડાની ફિલ્મોમાં દેખાડવામાં આવતા સરસોંના ખેતની મજા લેતાં હેમા માલિની જોવા મળ્યાં હતાં. ભારતીય જનતા પાર્ટીનાં મથુરાથી લોકસભાનાં સભ્ય હેમા માલિની તેમના અંત્યત વ્યસ્ત શેડયુલમાંથી સમય કાઢીને સરસોંના ખેતની મુલાકાત લેવા માટે ગયા હતાં. તેમણે આ ફોટો ટવિટર પર શેર કરીને ટવીટ કર્યુ હતું કે મથુરાના ઘણા એકર્સમાં સરસોંનાં સુંદર ખેતરો આવેલા છે જેની મજા હું લઇ રહી છું.

(11:58 am IST)