ફિલ્મ જગત
News of Saturday, 27th November 2021

અનિલકપુરને પગના નીચેના ભાગે થતા દુઃખાવાની 'અકિલિજ ટેંડન' બિમારીઃ જર્મનીમાં સારવારઃ અભિનેતાએ જર્મનીથી વિડીયો શેર કર્યો

'તમારા સારા સ્વાસ્થ્યની શુભેચ્છા' ફેન્સ દ્વારા ખબર અંતર પુછાયા

મુંબઈ: બોલિવુડ દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર જ્યારે પણ સોશિયલ મીડિયા પર પોતાની કોઈ પોસ્ટ શેર કરે છે ત્યારે કોમેન્ટ બોક્સમાં ફેન્સ તેમની ફિટનેશની પ્રશંસા કરતા થાકતા નથી. જોકે હવે તેમની એક પોસ્ટના કારણે પ્રશંસકોની ચિંતા વધારી દીધી છે. તેમને જર્મનીથી એક વીડિયો શેર કર્યો છે અને જણાવ્યું છે કે મારી સારવારનો આજે છેલ્લો દિવસ છે અને તે ડોક્ટરને મળવા જઈ રહ્યા છે. 64 વર્ષીય અનિલ કપૂર જર્મીનાના રસ્તા પર ઝડપથી ચાલતા નજરે પડી રહ્યા છે. પોસ્ટ જોયા બાદ તેમના ફેન્સ તેમના માટે દુઆ ઓ કરવા લાગ્યા હતા.

જર્મનીથી વીડિયો કર્યો પોસ્ટ
અનિલ કપૂરે બ્લેક કલરનો લોન્ગ કોટ, બ્લેક પેન્ટ અને બ્લેક ટોપી પહેરી છે. તેમના પર બરફ પડતો નજરે પડી રહ્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં  મોહિત ચોહાણનું સોંગ 'ફિર સે ઉડ ચલા' વાગી રહ્યું છે. તેની સાથે અનિલ કપૂર એ કેપ્શનમાં લખ્યું,  બરફની વચ્ચે એક પરફેક્ટ વોક! જર્મનીમાં છેલ્લો દિવસ! હું ડોક્ટર મુલરને મારી છેલ્લી સારવાર માટે મળવા જઈ રહ્યો છું. તેમનો અને તેમના જાદુઈ ટચ માટે હું તેમનો આભારી છું'

ફેન્સ રિએક્શન
તેની સાથે કોમેન્ટ સેક્શનમાં અનિલ કપૂરે લખ્યું, જ્યારે આપણે લોકો બરફ જોઈએ છીએ તો ઉત્સાહિત થઈ જઈએ છીએ અને સારું લાગે છે. જ્યારે, સોનમ કપૂરની મિત્ર અને ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તા લખે છે, 'અનિલ અંકલ અમે તમને કન્ટેન્ટની બાબતમાં કેવી રીતે હરાવી શકીએ.' જ્યારે ઘણા યુઝર્સે કોમેન્ટ બોક્સમાં તેમની ફિટનેસના વખાણ કર્યા તો ઘણાએ તેમની ટ્રીટમેન્ટના સમાચારને લઈને ચિંતા વ્યક્ત કરી. એક ચાહકે લખ્યું- 'સર, કેવો ઈલાજ? તમે ખૂબ જ ફિટ છો. તમારા સારા સ્વાસ્થ્યની શુભેચ્છા.’ બીજાએ કહ્યું, ‘તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.’ એક ચાહકે પૂછ્યું- ‘સર તમને શું થયું છે?'

રોગનો ઉલ્લેખ કર્યો હતો
ગત વર્ષે ઓક્ટોબરમાં અનિલ કપૂરે એક પોસ્ટ લખી હતી જેમાં જણાવ્યું હતું કે તેઓ 10 વર્ષથી અકિલિજ ટેંડન (Achilles Tendon) ની સમસ્યા સામે લડી રહ્યા હતા. તે સમયે અનિલ કપૂરે જણાવ્યું હતું કે ડૉ. મુલરે તેમની સારવાર કરી અને તેઓ ફરી ચાલવા લાગ્યા. તમને જણાવી દઈએ કે આ બીમારીમાં પગના નીચેના ભાગમાં દુખાવો થાય છે, જેના કારણે ચાલવામાં તકલીફ પડે છે.

(5:08 pm IST)