ફિલ્મ જગત
News of Wednesday, 27th November 2019

અભિનેત્રી અને મોડેલ ફ્રિડા પિન્ટોએ તેના બોયફ્રેન્ડ કોરી ટ્રેન સાથે સગાઇ કરી લીધી

મુંબઈ : 2008માં આવેલી ફિલ્મ Slumdog Millionaireથી એક્ટિંગના ફિલ્ડમાં એન્ટ્રી લેનાર એક્ટ્રેસ અને મોડેલ ફ્રિડા પિન્ટોએ હાલમાં પોતાના બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે. ફ્રિડાએ આ વાતની જાહેરાત સોશિયલ મીડિયામાં શેયર કરીને કરી છે. આ તસવીરોમાં બંને એકબીજા સાથે સારા લાગી રહ્યા છે. ફ્રિડા લાંબા સમયથી બોયફ્રેન્ડ કોરી ટ્રેનને ડેટ કરી રહી હતી. સગાઈ પહેલાં પણ ફ્રિડા અનેકવાર પોતાની તસવીર શેયર કરી ચૂકી છે.

બ્રિટીશ ડાયરેકટર ડેની બોયલની ફિલ્મ સ્લમ ડોગ મિલિયોનરમાં ભારતીય મૂળના અભિનેતા દેવ પટેલ સાથે ફ્રેડા પિન્ટોની જોડીને ભારતીય સિને રસીકોએ ઘણી વખાણી હતી.

ફ્રિડા બોલિવૂડની જેમ જ હોલિવૂડમાં પણ પોતાનો જાદૂ દેખાડી ચૂકી છે. તે છેલ્લે ફિલ્મ મોગલી : લિજેન્ડ ઓફ ધ જંગલમાં જોવા મળી હતી. ફ્રિડા એક એક્ટ્રેસની સાથેસાથે મોડેલ પણ છે અને અનેક એડ્સ કરી ચૂકી છે.

અભિનેત્રી ફ્રિડા પિન્ટો તાજેતરમાં  જ તેના મુંબઈના ઘરે આવી હતી. તે શરૂઆતથી જ તેના સેલિબ્રિટી સ્ટેટસને પર્યાવરણની સમસ્યાઓ ઊજાગર કરવા વાપરતી હોય છે. તે પર્યાવરણ બચાવવાના પ્રયાસમાં રત છે.

સ્પષ્ટવક્તા અભિનેત્રી ફ્રિડાએ તાજેતરમાં જ પર્યાવરણ માટે પોતાની જીવનશૈલીમાં પણ ઘણાં ફેરફારો કર્યા. ખાસ કરીને પ્લાસ્ટિકને લગતા ફેરફાર  કર્યા. તે પાણીનો પણ જરાય વેડફાટ નથી કરતી. તે સિવાય તે શું ખાઈ રહી છે તેનું પણ ખાસ ધ્યાન રાખે છે. અને માંસાહાર પણ ટાળે છે. તે હાલમાં સાદગીપૂર્વક જીવન જીવી રહી છે અને આવશ્યક્તા હોય એટલું જ ખરીદી રહી છે.

(4:48 pm IST)