કરીના કપૂરે બે વખત સૈફ અલી ખાનનો લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતોઃ લગ્ન કરવાનો નિર્ણય જીવનનો શ્રેષ્ઠ નિર્ણય હોવાનો કરીના કપૂરનો મત
મુંબઈ : કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના લગ્નને સાત વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે. આ બંનેનું પ્રેમપ્રકરણ 2008માં ટશનના સેટ પર શરૂ થઈ ગયું હતું. ચાર વર્ષની કોર્ટશીપ પછી તેમણે લગ્ન કર્યા હતા. સૈફ અને કરીના 2008માં તૈમુરના માતા-પિતા બન્યા હતા. તેમના રોમેન્ટિક સમયગાળાને યાદ કરીએ તો જ્યારે બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા ત્યારે સૈફે તો તેના હાથ પર કરીનાના નામનું ટેટુ પણ કરાવ્યું હતું.
જોકે સૈફ અને કરીનાની રિલેશનશીપની એક રસપ્રદ વાત હવે જાહેર થઈ છે. બહુ ઓછા લોકોને ખબર છે કે કરીનાએ બે વખત સૈફ અલી ખાનનો લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. Pinkvilla સાથેની વાતચીતમાં કરીનાએ જણાવ્યું હતું કે ટશનના શૂટિંગ દરમિયાન સૈફે મારે પાસે પહેલીવાર ગ્રીસમાં અને પછી લદ્દાખમાં લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. મેં એ વખતે સ્પષ્ટ ના નહોતી પાડી પણ કહ્યું હતું કે હજી આપણે એકબીજાને થોડા વધારે ઓળખવા જોઈએ. કરીનાએ આ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સૈફ સાથે લગ્ન કરવાનો નિર્ણય મારા જીવનનો શ્રેષ્ઠ નિર્ણય હતો.
કરીના આજકાલ પોતાની ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કરીના સાથે અક્ષય કુમાર લીડ રોલમાં છે. માતા બન્યા પછી આ કરીનાની બીજી ફિલ્મ છે. આ પહેલા તે વીરે દી વેડિંગમાં દેખાઈ હતી. આ ઉપરાંત કરીના પાસે અંગ્રેજી મીડિયમ પણ છે. આ ફિલ્મમાં કરીના ઈરફાન ખાન સાથે દેખાશે. આ ફિલ્મ હિન્દી મીડિયમની સિક્વલ છે.