ફિલ્મ જગત
News of Tuesday, 27th September 2022

લાંબા સમય પછી ર્દર્શિલ ફરી ચર્ચામાં

વર્ષો પહેલા તારે જમીન પર ફિલ્‍મમાં બાળ કલાકાર તરીકે ભુમિકા ભજવી જાણીતો બનેલો દર્શિલ સફારી હવે લાંબા સમય પછી ફિલ્‍મી પરદે મુખ્‍ય ભુમિકા નિભાવી રહ્યો છે. તેણે બીએમએમનો અભ્‍યાસ પુરો કર્યા પછી છ વર્ષ સુધી નાટકોમાં કામ કરી દોઢસો જેટલા શો કર્યા છે. તે કહે છે નાટકોને કારણે મારી અભિનય ક્ષમતા વધી ગઇ છે. હવે તે બે ફિલ્‍મો કરી રહ્યો છે. તેણે મુક્‍ત નામની ફિલ્‍મનું શુટીંગ પુરુ કરી લીધુ છે અને ટિબ્‍બા નામની ફિલ્‍મ પણ આવી રહી છે. આધા ઇશ્‍ક નામનો વેબ શો પણ તેણે કર્યો છે. જો કે તેમાં તેનો નાનકડો રોલ હતો. આ વર્ષના આરંભે ગુજરાતી ફિલ્‍મ કચ્‍છ એક્‍સપ્રેસનું શુટીંગ પણ પુરુ કર્યુ છે. અ ફિલ્‍મમાં તેની સાથે રત્‍ના પાઠક શાહ, માનસી પારેખ જેવા કલાકારો છે. દર્શિલ કહે છે હું મારા પ્રયાસો છે કે કોમર્શિયલ ફિલ્‍મો થકી મારી પ્રતિભા દર્શાવું. ટિબ્‍બા એ મર્ડર મિસ્‍ટ્રી સાયકોલોજીકલ થ્રિલર જોનરની ફિલ્‍મ છે. આ ફિલ્‍મના નિર્દેશક ગોૈરવ ખાતી છે. ટિબ્‍બામાં મારુ પાત્ર અર્જુન નામના યુવાનનું છે. જે કોમ્‍યુટર અને હેકીંગ સારી રીતે જાણે છે.

(10:31 am IST)