ફિલ્મ જગત
News of Tuesday, 27th September 2022

જામતારા ૨ની સ્‍ટોરી પ્રથમ સિઝન કરતાં વધુ રસપ્રદ છે : વાંચો રિવ્‍યુ

જામતારા ૨ નેટફિલક્‍સ પર રિલીઝ કરવામાં આવી છે

મુંબઇ,તા. ૨૭ : પોપ્‍યલુર વેબ સિરીઝ જામતારાએ પોતાની પ્રથમ સીઝનમાં દર્શકોના દિલમાં ખાસ સ્‍થાન મેળવ્‍યું હતુ. હાલમાં નેટફિલક્‍સ પર જામતારા ૨ રિલીઝ થઈ છે. ૨ વર્ષ બાદ રિલીઝ થયેલી આ સિરીઝની બીજી સિઝન દર્શકોને ખુબ પસંદ આવી રહી છે.

ફરી એક વખત સારિઝમાં સાઈબર ક્રાઈમની ખતરનાક ઘટનાઓ જોવા મળી રહી છે. હવે આ સ્‍ટોરી ઓટીપી સ્‍કૈમથી આગળ વધી ચૂકી છે. જામતારાના લોકો હવે નવો સ્‍કૈમ કરવા લાગ્‍યા છે. સ્‍ટોરીમાં હાલમાં જામતારાના છોકરો ફિશિંગ કરતા ખરાબ રીતે ફસાય જાય છે. પોલીસ અને રાજનીતિમાં ફસાઈ જતો છોકરો હવે કઈ રીતે પોતાને આ દાવપેચમાંથી બહાર નીકાળશે. તેનો જવાબ તો તમને વેબ સિરીઝ જોયા બાદ ખબર પડશે.

આ વખતે જામતારા સીઝન ૨માં સ્‍પર્શ શ્રીવાસ્‍તવ, અંશુમાન પુષ્‍કર, અક્ષા પરદસાની, દિવ્‍યેન્‍દુ ભટ્ટાચાર્ય, અમિત સિયાલ, મોનિકા પંવાર અને પજા ઝા પોતાની એક્‍ટિંગથી જામતારાને સારી રીતે રજુ કરી છે. રાઈટર ત્રિશાંત શ્રીવાસ્‍તવની સ્‍ટોરી અને સૌમેન્‍દ્ર પાધી દ્વારા નિર્દેશિત આ સીરિઝ દર્શકોના હોશ ઉડાવવા માટે તૈયાર છે. આ સીરિઝમાં સની, ગુડિયા અને રોકીએ પોતાની એક્‍ટિગથી આ સિરીઝમાં જીવ રેડી દીધો છે. જામતારાના દરેક પાત્રનો સીધો સંબંધ કૌભાંડ સાથે છે.

સીઝન ૧ની જેમ જામતારાની સીઝન ૨ માત્ર ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર દેશમાં પસંદ કરવામાં આવી રહી છે. ભારે ભરખમ બજેટ વગર એ લિસ્‍ટ અભિનેતા વગરની સિરીઝે પોતાની સ્‍ટોરી અને એક્‍ટિંગના દમ પર ચાહકોના દિલમાં સ્‍થાન બનાવી લીધું છે. પ્રથમ સીઝન અને બીજી સીઝનની તુલના કરીએ તો બીજી સીઝન વધુ પ્રભાવ પાડ્‍યો હોય તેવું લાગી રહ્યું છે. આ સિરીઝમાં અપરાધ અને રાજનીતિ વચ્‍ચેનો સંબંધ ખુબ સારી રીતે રજુ કરવામાં આવ્‍યો છે. શાળાના વિદ્યાર્થીઓ કૌંભાડને લઈ નવા નવા ઉપાયોથી દર્શકોને રોમાંચિત કરે છે.

(10:32 am IST)