નિધીના કિંજલના પાત્રએ જીત્યા છે દિલ
ટીવી પરદા પર સિરીયલ અનુપમા ખુબ જોવાતા શોમાં સામેલ થઇ છે. અભિનેત્રી રૂપાલી ગાંગુલી આ શોમાં અનુપમાનું મુખ્ય પાત્ર ભજવી રહી છે. આ સિરીયલના તમામ પાત્રોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. અનુપમા, તેના સાસુ, સસરા, પુર્વ પતિ, શોૈતન, દિકરા, દિકરી અને વહુ એમ બધા જ પાત્રો દર્શકોના દિલમાં સ્થાન બનાવી ચુકયા છે. અનુપમાની મોટી વહુ કિંજલ પણ તેમાં સામેલ છે. તે શોમાં પોતાના સંસ્કારોને કારણે લોકોના દિલ જીતી ચુકી છે. પણ અસલી જિંદગીમાં તે ખુબ જ ગ્લેમરસ છે. કિંજલનું પાત્ર ભજવી રહેલી અભિનેત્રીનું અસલી નામ નિધી શાહ છે. તે સિરીયલમાં જેટલી સીધીસાદી દેખાય છે તેના કરતાં અસલી જિંદગીમાં ખુબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. સોશિયલ મિડીયા પર તે સતત સક્રિય રહે છે અને એક એકથી ચઢીયાતી તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. નિધી શાહે તાજેતરમાં તે નહાતી હોય તેવી તસ્વીર મુકી હતી. પોતાના બોલ્ડ અંદાજથી તે ચાહકોને ઘાયલ કરી દે છે.