ફિલ્મ જગત
News of Friday, 27th September 2019

આલિયા ભટ્ટે પહેર્યું લાખોની કિંમતનું આ ગાઉન

મુંબઈ: અભિનેત્રી આલિયા ભટ્ટે ખુબજ થોડા સમયમાં બોલીવુડમાં પોતાની ઓળખ બનાવી લીધી છે.  અભિનય સિવાય તે પોતાની ફેશનને લઈને પણ ચર્ચામાં આવે છે.એ મોટાભાગે મોંઘા આઉટફિટ પહેરીને નજરે પડે છે. તેમના ડ્રેસ ખુબજ કિંમતી હોય છે અને તેની કિંમત સાંભળીને સહુ કોઈને હોશ ઉડી જાય તેમ છે.

             તાજેતરમાં જ તેમને વોગ બ્યુટી એવોર્ડમાં ખુબજ મોંઘા ડ્રેસને લઈને તે ચર્ચામા આવી હતી. આ એવોર્ડ નાઈટમાં તેમનો લુક સૌથી સ્ટાઈલિશ હતો. તેમને ડિઝાઇન માઈકલ કોસટલોનું ડિઝાઈનર મેટલિક વન શોલ્ડર ગાઉન પહેર્યું હતું જેમની કિંમત 23 લાખ રૂપિયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:52 pm IST)