ફિલ્મ જગત
News of Friday, 27th September 2019

લગ્નના 9 વર્ષ પછી ફરીથી તેલુગુ ફિલ્મમાં જોવા મળશે બ્યુટીકવીન એશ

મુંબઇ : બોલિવુડની સૌથી દેખાવડી અભિનેત્રી અને લગ્ન કર્યા બાદ ખુબ ઓછી ફિલ્મમાં કામ કરી રહેલી અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન નવ વર્ષના ગાળા બાદ ફરી એકવાર તેલુગુ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. મણિરત્નમની ફિલ્મ ઇરુવર સાથે એશ્વર્યા રાય બચ્ચને પોતાની કેરિયર શરૂ કરી હતી. ત્યારબાદ ક્યારેય પાછળ વળીને જોયુ ન હતુ. તમામ લોકો જાણે છે કે તે વર્ષ ૨૦૧૦માં ફિલ્મ રોબોટમાં નજરે પડી હતી. એશે જે નિર્દેશકની સાથે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી તે જ નિર્દેશક સાથે ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. અહેવાલમા દાવો કરવામાં આવ્યો છે કે એશ હવે જાણીતા ફિલ્મ નિર્માતા મણિરત્નમ સાથે કામ કરવા જઇ રહી છે. મણિરત્નમની ફિલ્મ સાઇન કરી હોવાની માહિતી એશે પોત આપી છે.

(5:49 pm IST)