ફિલ્મ જગત
News of Friday, 27th September 2019

અભિનેતા જેકી શ્રોફની પુત્રીએ બોયફ્રેન્ડ સાથેના ફોટો કર્યા શેર

મુંબઈ: અભિનેતા જૈકી શ્રોફની પુત્રી અને ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ આ દિવસોમાં બાસ્કેટબોલ પ્લેયર ઇબન હાયમ્સને ડેટ કરી રહી છે. કૃષ્ણા શ્રોફે છેલ્લા દિવસોમાં બોયફ્રેન્ડ ઇબન હાયમ્સની સાથે પોતાની તસ્વીરો શેર કરી પોતાના સત્તાવાર રીતે સંબંધોની જાહેરાત કરી છે. આ દરમિયાન કપલ દુબઈના બીચ પર રોમેન્ટિક વોક કરતું જોવા મળ્યું છે. તેમની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કૃષ્ણા શ્રોફે આ તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.


                    કૃષ્ણા અને ઇબન હાયમ્સ ૪ મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણી વખત કપલને લેટ નાઈટ પાર્ટીઝમાં સ્પોટ કરવામાં આવે છે. જાણકારી મુજબ બંને ૫ વર્ષથી એકબીજાને જાણે છે. કૃષ્ણા શ્રોફ ઘણી વખત સોશિયલ મીડિયા પર પોતાના બોયફ્રેન્ડ સાથે તસ્વીરો શેર કરતી રહે છે.

(5:47 pm IST)