ફિલ્મ જગત
News of Friday, 27th September 2019

ગોકુલધામના દરેક રહેવાસીને મળ્યા કોયડા સાથેના પોસ્ટકાર્ડઃ કોકડૂ ઉકેલવા બધા ધંધે લાગશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જૂઓ આજના એપિસોડમાં

મુંબઇ તા. ૨૭: ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના આજના એપિસોડમાં ગોકુળધામના રહેવાસીઓને કોયડા સાથે નનામી સ્ત્રોતમાંથી દરેકને પોસ્ટકાર્ડ મળતાં બધા આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયેલા દેખાશે.  કોયડો દરેક રહેવાસી માટે અલગ છે અને તેમાં અચૂક ઉત્તર આપનારને મૂલ્યવાન ભેટ આપવાનો સંદેશ પણ છે.

ઙ્ગપરિવારના બધા જ સભ્યો પોતાની ક્ષમતામાં કોયડાનું કોકડુ ઉકેલવા અને પોતાની સૂઝબૂઝ અનુસાર તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે. જોકે ભિડેને એવું લાગે છે કે આ હરકત ટપ્પુની છે,ઙ્ગજેથી તે જેઠાલાલ પાસે ફરિયાદ કરવા માટે ધસી જાય છે. જોકે તેને એવી ખબર પડે છે કે જેઠાલાલને પણ આવું જ પોસ્ટકાર્ડ મળ્યું છે. આખરે બધા જ તારક મહેતાના ઘરમાં ભેગા થઈને કોયડાનું કોકડું ઉકેલવા પ્રયાસ કરે છે. કોયડો સરળ નથી અને કોયડાનો ઉત્તર શોધવા માટે બધા જ વિચારમાં પડી જાય છે તે જોવાની મજા આવશે.ઙ્ગનીલા ટેલી ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડનો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં,ઙ્ગસોમવારથી શુક્રવાર,ઙ્ગસાંજે ૮:૩૦ સબ ટીવી પર પ્રસારીત થાય છે.

(11:25 am IST)