ફિલ્મ જગત
News of Friday, 27th September 2019

મસ્તીના મૂડમાં દેખાઈ પ્રિયંકા અનેકરીના

મુંબઈ : (આઇ.એ.એન.એસ.) પ્રિયંકા ચોપડા જોનસ અને કરીના કપૂર ખાન ઝી ટીવી પર આવતા ડાન્સ ઇન્ડિયા ડાન્સનાં સેટ પર મસ્તી કરતી જોવા મળી હતી. આ બન્નેએ એક સાથે એતરાઝઁમાં કામ કર્યું હતું. પ્રિયંકા તેની  ધ સ્કાય ઇઝ પિંકનાં પ્રમોશન માટે આ શોમાં પહોંચી હતી. ડિરેકટર શોનાલી બોસની આ ફિલ્મ ૧૧ આંકટોબરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ જોવા મળશે. પ્રિયંકા હાલમાં ભારત આવી છે. પોતાની ફિલ્મનાં પ્રમોશન માટે આ શોમાં પહોંચીને તેણે કરીના સાથે ડાન્સ પણ કર્યો હતો. સાથે જ પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર એક કિલપ શૈર કરી હતી. એમાં બન્ને એક બીજાને કિસ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ કિલપ ઈન્સ્ટાગ્રામ પર શૈર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે મને ડાન્સ ઇન્ડિયા ડાન્સઁમાં બોલાવવા માટે થેન્ક યુ. તમાર ટૅલન્ટેડ કન્ટેસ્ટેન્ટ્સ અને જજીસ સાથે ખૂબ મજા આવી. જલદી જ તમને મળવા આવીશ.  ધ સ્કાય ઇઝ પિંક ૧૧ ઓકટોબરે રિલીઝ થવાના છે.

(11:24 am IST)