ફિલ્મ જગત
News of Friday, 27th September 2019

આયુષ્યમાન ખુશ હુઆ

આયુષ્યમન ખુરાના બોલીવુડની હિટ મશીન બની ચુકયો છે. તે એવી સ્ક્રિપ્ટ પસંદ કરીને કામ શરૂ કરે છે કે કોઈ વિચારી પણ નથી શકતુ. આ કારણે જ તેણે બોલીવૂડમાં ધડાધડ હિટ ફિલ્મો આપી છે. કારકિર્દીની શરૂઆતથી લઈને અત્યાર સુધી તેણે પોતાની દરેક ફિલ્મમાં હમેંશા કંઈક નવુ જ આપ્યું છે. આ વખતે તેણે ડ્રીમ ગર્લ બનીને પરદા પર જમાવટ કરી દીધી છે. આયુષ્યમાનનો જાદુ એવો છવાયો છે કે લોકો હીરોઈનને ભૂલી ગયા. આ ફિલ્મ બોકસ ઓફિસ પર હજુ પણ તાબડતોબ કમાણી કરી રહી છે. ડ્રીમગર્લ' એ પહેલા દિવસે દસ કરોડની કમાણી કરી હતી. ત્યારબાદ કમાણીનો આંકડો વધતો જ ગયો. રવિવારે અગિયાર કરોડ પાંચ લાખની એ પછી પણ સતત સફળતા મેળવી હતી. ફિલ્મે સો કરોડનો આંકડો પાર કરી લેતાં આયુષ્યમાનની ખુશીનો પાર નથી. હવે પછી તે અમિતાભ બચ્ચન સાથે ગુલાબો સિતાબો નામની ફિલ્મમાં જોવા મળશે. બોલીવૂડમાં અત્યારે આયુષ્યમાનના સિતારા બુલંદી પર છે.

(9:56 am IST)