ફિલ્મ જગત
News of Friday, 27th September 2019

આમના ફરીથી ટીવી પરદે

એકતા કપૂરના શો કસોટી જિંદગી કી-૨માં નવી કોમોલિકા કોણ હશે? તે અંગે રહસ્ય હતું. હવે તેના પરથી પરદો ઉઠી ગયો છે. નવી કોમોલિકા તરીકે આમના શરીફની પસંદગી કરવામાં આવી છે. ૨૦૦૩ થી ૨૦૦૭ સુધી ટીવી સિરીયલ કહીં તો હોગામાં કશિશનો રોલ નિભાવી ચુકેલી આમનાને દર્શકોએ તે વખતે ખુબ પસંદ કરી હતી. આમના છેલ્લે ટીવી શો એક થી નાયિકામાં ૨૦૧૩માં જોવા મળી હતી. તેણે બોલીવૂડમાં ફિલ્મ પણ કરી હતી. જો કે તેમાં સફળતા મળી નહોતી. જો કે એ પછી ૨૦૧૪માં ફિલ્મ એક વિલનમાં રિતેશ દેશમુખની પત્નિનો રોલ નિભાવ્યો હતો. એ ફિલ્મ હિટ રહી હતી. ટીવી પરદે તે પહેલી વખત નેગેટિવ રોલ નિભાવતી જોવા મળશે. આમના કહે છે ટીવી પરદેથી હું દૂર જતી રહી હતી તેનું કારણ મારી અંગત જિદગી હતી. આમના કહે છે હું દર્શકોને ચોંકાવવાનું વધુ પસંદ કરુ છું. આવા સમયે મને કોમોલિકાનો રોલ ઓફર થતાં અભિનેત્રી તરીકે મારી સામે એક પડકાર આવ્યો હોય એ રીતે હું કામ કરવા તૈયાર થઇ છું.

(9:55 am IST)