ફિલ્મ જગત
News of Tuesday, 27th August 2019

મીરા રાજપૂત બનાવશે બોલિવુડમાં કેરિયર....

મુંબઈ: બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત તેની ગર્ભાવસ્થા પછી તેની ફિટનેસ અને ફોટાઓને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.સોશિયલ મીડિયા પર મોટાભાગનો સમય પસાર કરતી સેલિબ્રિટી પત્ની તેના ગ્લેમરસ ફોટો અને વીડિયો ફેન્સના દિલ પર રાજ કરે છે. સાથે શાહિદ તેની સોશિયલ એકાઉન્ટ પર ઘણીવાર પત્ની અને બાળકનો ફોટો પણ શેર કરે છે.લેક્મે ફેશન વીકમાં લોકો હાથ જોડીને કેટવોક કરતા જોવા મળ્યા. દરમિયાન અભિનેતા શાહિદ કપૂરે પણ તેની પત્નીની ફિલ્મોમાં કામ કરવાની તૈયારી દર્શાવી છે.

(11:43 am IST)