અભિનયની દુનિયામાં ફરીથી જયાપ્રદાનું આગમન
જયાપ્રદા ફરી એક વખત અભિનયની દુનિયામાં આવી છે. એન્ડ ટીવીના શો 'પરફેકટ પતિ'માં જયા પ્રદા રોલ નિભાવી રહી છે. પહેલી જ વખતે તે ટીવી પરદે કામક રી રહી છે. મુંબઇમાં આ શોના લોન્ચીંગ વખતે જયાએ કહ્યું હતું કે હું ફરીથી આવી છું.
હું થોડા સમય માટે આ દુનિયાથી દુર જતી રહી હતી. પણ અભિનય હું કદી છોડી શકતી નથી. મેં પહેલેથી જ નક્કી કર્યુ હતું કે અભિનયને કાયમ માટે અલવિદા નહિ કરું. ડાન્સ, સંગીત પણ મારા લોહીમાં છે. હું ખાસ તકની રાહ જોઇ રહી હતી ત્યાં મને આ શો મળ્યો છે. મેં આ પહેલા કદી ટીવી પર કામ કર્યુ નથી. મને અનેક લોકોએ ટીવી પર કામ કરવાની ના પાડી હતી. પણ મારા માટે આ કામ પડકાર સમાન હતું. જયાપ્રદા ચોવીસ વર્ષથી રાજકારણમાં છે. તે છેલ્લે ૨૦૧૩માં કંગનાની ફિલ્મ રજ્જોમાં જાનકીના રોલમાં જોવા મળી હતી. તો આ વર્ષે એક મલયાલમ ફિલ્મ પણ આવી હતી.