ફિલ્મ જગત
News of Monday, 27th July 2020

દુશ્મન બનાવવા માટે જરૂરી નથી લડવુ પડે, તમે થોડા સફળ થઇ જાઓ તો તેઓ ખેરાતમાં મળશેઃ અમિતાભ બચ્ચને ચેહરા ઉપર લિપસ્ટિકના નિશાનવાળા સાથેનો ફોટો શેર કર્યો

નવી દિલ્હી: અમિતાભ બચ્ચન હાલમાં નાણાવટી હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરાવી રહ્યાં છે. અમિતાભ બચ્ચનના ફેન્સ તેમના સ્વાસ્થ્યની સલામતીની પ્રાર્થના કરી રહ્યાં છે. બિગ બી સોશિયલ મીડિયા પર એક્ટિવ પણ છે અને એક બાદ એક તેમના ચાહકો માટે પોસ્ટ પણ શેર કરી રહ્યાં છે. થોડીવાર પહેલા ટ્વિટર પર અમિતાભ બચ્ચને એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે, દુશ્મન બનાવવા માટે જરૂરી નથી લડવું પડે, તમે થોડા સફળ થઇ જાઓ તો તેઓ ખેરાતમાં મળશે. આ પોસ્ટની સાથે જ અમિતાભ બચ્ચને તેમની એક ફોટો પણ શેર કરી છે, જેમાં તેમના ફેસ પર લિપસ્ટિકના નિશાન જોવા મળી રહ્યાં છે અને તેમનો હસ્તો ચહેરો તેમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.

આ ઉપરાંત અમિતાભ બચ્ચને વધુ એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે કે, જીવનમાં પડકારો તો નિશ્ચિત છે, પરંતુ હારી જવું વૈકલ્પિત, રૂચિપૂર્ણ, શંકાસ્પદ- જેના સંબંધમાં કોઇ પ્રકારનું અનિશ્ચય હોય. અમિતાભ બચ્ચનની આ પોસ્ટ તેમના ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે. અને ચાહકો પણ પોસ્ટ પર કોમેન્ટ કરી લખી રહ્યાં છે કે, ભગવાન તમારા સ્વાસ્થ્યમાં જલદીથી જલદી સુધારો લાવે.

તમને જણાવી દઇએ કે, અમિતાભ બચ્ચને ટ્વિટ કરી તેમના ચાહકોને તેમનું કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આપ્યા હતા. બિગ બી બાદ સમાચાર આવ્યા કે અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન પણ કોરોના પોઝિટિવ થઇ ગયા છે. અમિતાભ બચ્ચનના બંગલો અત્યારે પણ સીલ છે. થોડા દિવસ પહેલા અમિતાભે તેમના આ બંગલાની એક ફોટો શેર કરી હતી જ્યાં તેમના ચાહકો જોવા મળી રહ્યાં હતા. તેના પર પણ અમિતાભે લખ્યું હતું કે, જલસાનો ફાટક સૂનસાન છે પરંતુ જલદી અહીં ખુશીઓ જોવા મળશે.

તમને જણાવી દઇએ કે, દેશભરમાં સતત કોરનાના કેસ સામે આવી રહ્યાં છે. દિલ્હી, મુંબઇની પરિસ્થિતિ તાજેતરમાં ઘણી ચિંતાજનક છે. અહીંથી સતત કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે.

(4:41 pm IST)