જહાંપનાહનો રોલ નિભાવશે અલી અસગર
અગાઉ બિગ મેજિક પર આવતો શો અકબર બિરબલ લોકોને ખુબ ગમ્યો હતો. હવે આ શો સ્ટાર ભારત પર રજુ થવાનો છે. દેવોં કે દેવ... મહાદેવ, સિયા કે રામ, હાતિમ, પ્રેમ યા પહેલી - ચંદ્રકાન્તા સહિતના શોનું નિર્માણ કરનાર નિખિલ સિંહા ઐતિહાસિક કોમેડી શો અકબર બિરબલને પાછી લાવી રહ્યા છે. હર મુશ્કિલ કા હલ - અકબર બિરબલ નામનો આ શો બિગ મેજિક ચેનલ પર ૨૦૧૪માં લોન્ચ થયો હતો અને ૨૦૧૬માં એની છેલ્લી સીઝન પ્રસારિત થઈ હતી. જોકે આ વખતે બિગ મેજિકને બદલે સ્ટાર ભારત પર આ શો જોવા મળશે. આ શોમાં કિકુ શારદા, વિશાલ કોટિયન, કિશ્વર મર્ચન્ટ અને ડેલનાઝ ઈરાની જેવા કલાકારો હતા જેમાં કિકુ શારદાએ અકબરનો અને વિશાલે બિરબલનો રોલ ભજવ્યો હતો. જયારે સ્ટાર ભારત માટે બની રહેલા શોમાં અકબરનું પાત્ર અલી અસગર ભજવવાનો છે અને બિરબલની ભૂમિકા વિશાલ કોટિયન જ ભજવશે. બાકીનાં પાત્રો માટે મેકર્સ નવા ચહેરાની શોધમાં છે. અલી અસગર છેલ્લે સ્ટાર પ્લસના શો કાનપુર વાલે ખુરાનાસમાં તો વિશાલ કોટિયન શ્નવિઘ્નહર્તા ગણેશમાં રાવણ તરીકે જોવા મળ્યો હતો.