ફિલ્મ જગત
News of Monday, 27th July 2020

કુલી નંબર વન સિનેમાઘરોમાં જ રિલીઝ થશે

કોરોના વાયરસને લીધે એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીનું કામકાજ છેલ્લા ઘણા સમયથી ઠપ્પ થઈ ગયું હતુ. પરંતુ હવે ગાડી ધીમે ધીમે પાટા પર આવી રહી છે. ટેલિવિઝન સિરિયલોનું શુટીંગ પણ ચાલુ થઇ ગયું છે. પરંતુ ફિલ્મોનું શૂટિંગ હજી સુધી શરૂ થઇ શકયું નથી. જો કે ફિલ્મોના ડિસ્ટ્રીબ્યુશનનું કામકાજ ચાલુ જ છે. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે, વરુણ ધવનની બ્રાન્ડ વેલ્યૂ વધારવા માટે એકતા કપૂરે નવા વર્ષના પહેલા દિવસે રિલીઝ થતી કુલી નંબર વનના ડિસ્ટ્રીબ્યુશન રાઈટ્સ ખરીદી લીધા છે. ચર્ચા છે કે બોલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી અભિનેતા વરૂણ ધવનની બ્રાન્ડ વેલ્યૂ ઓછી થઈ રહી છે. તેની વેલ્યૂ વધારવા માટે ફિલ્મ કુલી નંબર વનના ડિસ્ટ્રીબ્યુશન રાઈટ્સ બાલાજી મોશન પિકચર્સે ૫૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધા છે. આ ડીલ લોકડાઉન પહેલાં જ થઈ ગઈ હતી. વરૂણની આ ફિલ્મનું નિર્દેશન તેના પિતા ડેવિડ ધવને કર્યુ છે. લોકડાઉનને લીધે ફિલ્મ રિલીઝ થઇ શકી નથી.. અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે તેવી ચર્ચા હતી. પરંતુ ડેવિડ ધવને સ્પષ્ટ કહ્યું છે કે ફિલ્મ સિનેમાઘરોમાં જ આવશે અને આવતા વર્ષની પહેલી જાન્યુઆરીએ રિલીઝ થશે.

 

(9:30 am IST)