લગ્નના બે મહિનામાં આલિયા ભટ્ટ પ્રેગનન્ટ
સોશ્યલ મીડિયામાં શુભેચ્છાઓનો વરસાદ : ફોટો શેર કરીને લખ્યું, અમારૂં બાળક ટુંક સમયમાં આવી રહ્યું છે
મુંબઇ તા. ૨૭ : આલિયા ભટ્ટએ જ સોશિયલ મીડિયા પર તેની અને રણબીર સાથે હોસ્પિટલની એક તસવીર શેર કરી છે. તેણે ફોટો શેર કરીને લખ્યું, અમારૂં બાળક ટૂંક સમયમાં જ આવી રહ્યું છે.
બોલિવૂડ અભિનેત્રીᅠઆલિયા ભટ્ટᅠમાતા બનવા જઈ રહી છે. આલિયા ભટ્ટએ જᅠસોશિયલ મીડિયા પર ન્યુઝ શેર કરીને ફેંસને ખુશખબરી આપી છે. જો કે લગ્નના થોડા જ દિવસોમાં આલિયા અને રણબીર કે પેરન્ટ્સ બનવા જઈ રહ્યા છે એ વિશે જાણતા થતા જ ફેંસ ચોંકી ગયા છે.ᅠઆલિયા ભટ્ટએ જᅠસોશિયલ મીડિયાᅠપર તેની અને રણબીર સાથે હોસ્પિટલની એક તસવીર શેર કરી છે. તેણે ફોટો શેર કરીને લખ્યું, અમારું બાળક ટૂંક સમયમાં જ આવી રહ્યું છે.
રણબીર અને આલિયાના લગ્ન ૧૪ એપ્રિલ, ૨૦૨૨ના રોજ થયા હતા.ᅠઅલીયા ભટ્ટે તેની પ્રેગનેન્સીની ખબર લગ્નના અઢી મહિના પછી તેના ફેન્સ સાથે શેર કરી છે. ૧૪ ᅠએપ્રિલના રોજ આ જોડી લગ્નના બંધનમાં બંધાઈ હતી. એમના લગ્નમાં નજીકના સબંધીઓ અને મિત્રો શામેલ થયા હતા. આલિયા અને રણબીરના લગ્નની તસ્વીર એ સમયે સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ હતી. હાલ આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર છે જેમાં આલિયાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘અમારૂં બાળક, જલ્દી જ આવી રહ્યું છે. એ સાથે જ એમને હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે. આલિયાની આ પોસ્ટ થોડી જ મીનીટોમાં ઘણી વાયરલ થઈ છે. ફેંસ આ ન્યુઝથી હેરાન પણ થયા છે અને સાથે સાથે જ ઘણાં ખુશ થયા છે અને કમેન્ટ કરીને વધામણી આપી રહ્યા છે. આ સાથે આલિયાની માતા અને રણબીરની બહેને પણ તેની આ પોસ્ટમાં કમેન્ટ કરીને વધામણી આપી છે.
રણબીર કપૂરે હાલ જ આ ખુશખબર વિશે હિન્ટ પણ આપી હતી. ᅠરણબીરની આવનાર ફિલ્મ શમશેરાના પ્રમોશન દરમિયાન એમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં એમને આ વિશે હિન્ટ આપી હતી. એક રીપોર્ટરે એમને પ્રશ્ન પૂછ્યો હતો કે હવે લગ્ન પછી તે કેટલું કામ કરશે? આના જવાબમાં રણબીરે કહ્યું હતું કે એને હજુ ઘણું કામ કરવું છે, તેને પોતાની ફેમિલી બનાવી છે અને એમના માટે પણ કામ કરવું છે પણ આ બધા પહેલા હું મારા માટે કામ કરવા માંગું છું.