ફિલ્મ જગત
News of Monday, 27th June 2022

‘ગુડબાય'નું શૂટિંગ પુરૂં કર્યું રશ્‍મિકાએ

તામિલ અને તેલુગુ ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીની ટોચની અભિનેત્રી રશ્‍મિકા મંદાનાએ વિકાસ બહલની ફિલ્‍મ ‘ગુડબાય'માં પોતાના ભાગનું શૂટિંગ પુરૂં કરી લીધુ છે

મુંબઇ,તા. ૨૭ : તામિલ અને તેલુગુ ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીની ટોચની અભિનેત્રી રશ્‍મિકા મંદાનાએ વિકાસ બહલની ફિલ્‍મ ‘ગુડબાય'માં પોતાના ભાગનું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ ફિલ્‍મમાં તેની સાથે અમિતાભ બચ્‍ચન પણ જોવા મળશે. ફિલ્‍મની ટીમ સાથેનો ફોટો ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કરીને રશ્‍મિકાએ કેપ્‍શન આપી હતી, ગુડબાય. મને મારી ફિલ્‍મ ‘ગુડબાય'ને ગુડબાય કહેવાનું નથી ગમતું, પરંતુ ‘ગુડબાય'માં મારા ભાગનું કામ પૂરું થઈ ગયું છે. કોવિડની લહેર વચ્‍ચે અમે બધાએ લગભગ બે વર્ષ પહેલાં આ ફિલ્‍મની શરૂઆત કરી હતી (આ ખરેખર એક પ્રતિજ્ઞા જેવું હતું. બીમારી અને સ્‍વાસ્‍થ્‍ય દરમ્‍યાન), પરંતુ આ ફિલ્‍મ પૂરી કરવા માટે અમારા માર્ગને અનોખો કરવા માટે અમને કોઈ અટકાવી શક્‍યું નહીં. હવે હું આ ફિલ્‍મ તમને સૌને દેખાડવા આતુર છું.

ગંભીર રીતે હસવા માટે તૈયાર થઈ જાઓ. અહીં તમે દરેકને જોઈ શકો છો. આ ટીમમાં મેં જેમની સાથે કામ કર્યું છે તેઓ મારા માટે આજીવન ખાસ રહેશે (ગાય્‍સ, ચાલો ફરીથી કામ કરીએ, એકદમ જલદી. મને ખબર નથી કે કેવી રીતે કરશો, પણ એ કરો). હું તમને ચાહું છું દોસ્‍તો. તમે શ્રેષ્ઠ છો. અમિતાભ બચ્‍ચન સર, હું તમારી સાથે આ ફિલ્‍મમાં કામ કરવા બદલ ખૂબ ખુશ છું અને તમારી ખૂબ આભારી છું. તમે વિશ્વના સર્વશ્રેષ્ઠ માણસ છો. ડિરેક્‍ટર વિકાસ બહલ, આને માટે તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન જાણે મને આવી ખાસ ફિલ્‍મનો ભાગ બનાવવા માટે તમને મારામાં કઈ રીતે આત્‍મવિશ્વાસ આવ્‍યો. હું આશા રાખું છું કે મેં તમને ગર્વ અપાવ્‍યો છે.

નીના ગુપ્તા, તમે સૌથી સુંદર છો. હું તમને યાદ કરું છું. ઓકે, અહીં મારે અટકવું જોઈએ. હું આગળ વધી શકું છું, પણ મારે ખરેખર અહીં રોકાવું જોઈએ. હું તમને પ્રેમ કરું છું. હવે હું ચૂપ રહીશ. હું તમને બહુ જલદી મારી ફિલ્‍મ ‘ગુડબાય'માં મળીશ. તમે તૈયાર રહેજો. હું ખૂબ એક્‍સાઇટેડ છું. 

(10:30 am IST)