ફિલ્મ જગત
News of Monday, 27th June 2022

કિયારાની વધુ બે ફિલ્‍મો તૈયાર

અભિનેત્રી કિયારા અડવાણીની જૂગ જૂગ જીઓ રિલીઝ થઇ ચુકી છે. વધુ બે ફિલ્‍મો પણ તૈયાર છે. એક પછી એક મોટી ફિલ્‍મમાં તે ચાહકો સામે આવી રહી છે. ભૂલભૂલૈયા-૨માં કાર્તિક સાથે જોવા મળી હતી. સુપરડુપર હિટ થઇ ગયેલી આ ફિલ્‍મનો કિયારાને ખુબ ફાયદો થયો છે. તેણે જૂગ જૂગ જીઓ ફિલ્‍મના પ્રમોશન માટે બીજા કલાકારો સાથે મળી ખુબ મહેનત કરી હતી. આ ફિલ્‍મના તેના અભિનયને ચાહકોએ વખાણ્‍યો છે. ફિલ્‍મમાં તેની સાથે વરૂણ ધવન, અનિલ કપૂર, નિતુ કપૂર સહિતના કલાકારો છે. કિયારા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે. ઇન્‍સ્‍ટાગ્રામ પર પોતાની ગ્‍લેમરસ તસવીરો અને વીડિયો શેર કરીને ચર્ચામાં રહે છે. સિદ્ધાર્થ મલ્‍હોત્રાની સાથે કિયારાના રિલેશનશીપની ખબર બૉલીવુડ ગલીઓમાં ચર્ચાનો વિષય બની છે.  કિયારાની આગામી ફિલ્‍મોમાં ગોવિદા નામ તેરા અને આરસી-૧૫નો સમાવેશ થાય છે.

(10:20 am IST)