અર્જુન પટિયાલા હિન્દી ફિલ્મનું પંજાબી સિંગર ગુરૂ રંધાવાના કંઠે ગવયેલ મેં દિવાના તેરા ગીત રિલીઝ
નવી દિલ્હી : બોલિવૂડમાં કોમેડીનો ટ્રેન્ડ સદાબહાર રહે છે. હાલમાં જ ફિલ્મ અર્જુન પટિયાલાનું ટ્રેલર રિલીઝ થયું છે જે વાઇરલ બની ગયું છે. આ ફિલ્મમાં દિલજીત દોસાંજ, કૃતિ સેનન અને વરૂણ શર્મા કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું પહેલું ગીત 'મૈં દીવાના તેરા' રિલીઝ થયું છે. આ ગીત પંજાબી સિંગર ગુરુ રંધાવાએ ગાયું છે અને એમાં દિલજીત દોસાંજ અને કૃતિ સેનની કેમિસ્ટ્રી જોવાલાયક છે.
ફિલ્મમાં કૃતિ ક્રાઈમ રિપોર્ટરની ભૂમિકા ભજવતી દેખાશે તો દિલજીત અને વરુણ શર્મા એક નાના શહેરના પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. ફિલ્મને રોહિત જુગરાજે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં કૃતિ, દિલજીત અને વરુણ ઉપરાંત રોનિત રોય, મોહમ્મદ જીશાન અયૂબ અને સીમા પાહવા પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મમાં સની લિયોની પણ મહેમાન કલાકાર તરીકે જોવા મળશે.
કૃતિ અને દિલજીત પહેલીવાર સાથે કામ કરી રહ્યાં છે. દિલજીત અગાઉ ‘ઉડતા પંજાબ’ અને ‘ફિલ્લૌરી’જેવી હિન્દી ફિલ્મોમાં દેખાઈ ચૂક્યો છે. આ ફિલ્મ બાદ તે અક્ષય કુમાર અને કરીના કપૂર ખાનની ‘ગૂડ ન્યૂઝ’માં દેખાશે. પટિયાલા હાઉસ હવે 26 જુલાઈએ રિલીઝ થવાની છે. ફિલ્મ નિર્માતા દિનેશ વિજાને એક નિવેદનના માધ્યમથી તેની જાહેરાત કરી કે, તેણે ફિલ્મોના પાકિસ્તાન વિતરક સાથે કરાર રદ્દ કરી દીધો છે અને હવે તેનું બેનર મૈડોક ફિલ્મ્સ લુકા છુપી, અર્જુન પટિયાલા અને મેડ ઇન ચાઇનાને પાકિસ્તાનમાં રિલીઝ થશે નહીં.