આવી રહ્યો છે વધુ એક હોરર મિસ્ટ્રી શોઃ પાલોમી ઘોષ, સમીર અને પૂરબની ભૂમિકા
ડિઝીટલ પ્લેટફોર્મ પર રોજબરોજ અજબ-ગજબની કહાનીઓ ધરાવતી સિરીઝો રિલીઝ થતી રહે છે. દરેક જોનરના શોખીનોને અહિ પોતાની ઇચ્છા મુજબનો મસાલો મળી રહે છે. હોરર, કોમેડી, સેકસી કે પછી બીજા કોઇપણ ડ્રામા ધરાવતી કહાનીઓ જુદા-જુદા ડિઝીટલ પ્લેટફોર્મ પણ મળી રહે છે. હવે નેટફિલકસ પર આગામી વેબ સિરીઝ 'ટાઇપરાઇટર' આવી રહી છે. આ એક હોરર મિસ્ટ્રી છે. જેની કહાની હોન્ટેડ હાઉસ બરતેજ વિલામાં થનારી ઘટનાઓની આસપાસ ઘૂમે છે. ફિલ્મ નિર્માતા સુજોય ઘોષ આ સિરીઝનું નિર્દેશન કરશે. આ હોરર મિસ્ટ્રી ૧૯ જુલાઇએ શરૂ થશે. પંદર સેકન્ડનું એક ટિઝર રિલીઝ કરાયું છે. શુટીંગ ગોવામાં થયું છે. જેમાં પાલોમી ઘોષ, સમીર કોચર, પૂરબ કોહલી મુખ્ય રોલમાં છે. ઘોસ્ટ હન્ટર્સ બનવા ઇચ્છતા યુવાનો બરતેઝ વિલા નામના ભુતીયા બંગલામાં આત્માઓને કેદ કરવા ઇચ્છે છે તેની કહાની છે.