ફિલ્મ જગત
News of Wednesday, 27th May 2020

જરૂરીયાત મંદોને રોજના ૪પ૦૦ ફૂડ પેકેટ વેચી રહ્યા છે અમિતાભ બચ્ચન

૧૦ હજાર પરિવારોને આપ્યુ રાશન કિટ

મુંબઈ, તા. ૨૭: કોરોના વાયરસના કારણએ ચાલી રહેલા લોકડાઉનમાં બોલિવુડ સ્ટાર ફ્રન્ટલાઈન વોરિયર્સ બનીને જરૂરિયાતમંદોની મદદ કરવા માટે સામે આવ્યા છે. તો ઇન્ડસ્ટ્રીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ સતત આ મુશ્કેલ સમયમાં લોકોની મદદ કરવામાં કોઈ કસર નથી છોડી રહ્યાં. તે કોવિડ-૧૯ વિશે જાગૃતિ ફેલાવવા માટે ઘણી સરકારી પ્રોજેક્ટ્સમાં જોડાયેલા રહ્યા છે. તે સાથે જ તેઓ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને સતત સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેલ્ફ આઈસોલેશન માટે પ્રેરિત કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચન તરફથી એબી કોર્પ લિમિટેડના એમડી રાજેશ યાદવ જરૂરિયાતમંદો માટે પ્રશંસનીય કામ કરી રહ્યા છે. ૨૮ માર્ચ પછીથી તેઓ મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં જેવા કે હાજી અલી દરગાહ, એનટોપ હિલ, ધારાવી, જુહુ અને અન્ય વિસ્તારોમાં રોજ ૪૫૦૦ ફુડ પેકેટ વેચી રહ્યા છે. તેમણે ૧૦,૦૦૦ પરિવારોને સૂકા રાશનના લગભગ ૧૦,૦૦૦ પેકેટ વહેંચ્યા છે, જે એક પરિવાર એક મહિનો ચલાવી શકે એટલું રાશન છે.

આ ઉપરાંત તેમની ટીમ ૯મેથી રોજ ૨,૦૦૦ ડ્રાય ફુડ પેકેટ ૨,૦૦૦ પાણીની બોટલો અને લગભગ ૧,૨૦૦ જોડી ચંપલ વહેંચી રહી છે. આ બધું એ પ્રવાસીઓ માટે છે, જે મુંબઈથી પોતાના ઘરે જઈ રહ્યા છે. તેમને પ્રવાસી મજૂરોને બસથી યુપી મોકલવાનો વિચાર આવ્યો અને ઘણા પ્રયાસો પછી તેમની ટીમ આ ગુરુવારે ૧૦ થી વધુ બસોને યુપી મોકલશે. આ બસોને હાજી અલીથી મોકલવામાં આવશે.

ઘણી એજન્સીઓ અને સ્થાનિક અધિકારીઓના સહકારથી અમિતાભ બચ્ચનની ઓફિસે ઘણા બધા માસ્ક અને સેનિટાઈઝર વહેંચ્યા છે. તે ઉપરાંત હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, બીએમસી કાર્યાલયો અને અંતિમ સંસ્કાર સ્થાનો માટે લગભગ ૨૦,૦૦૦ થી વધુ પીપીઈ કિટ પણ દાન આપી છે.

(3:40 pm IST)