ફિલ્મ જગત
News of Monday, 27th May 2019

5 જુલાઈના રિલીઝ થશે ભંસાલીની રોમાન્ટિક ફિલ્મ 'મલાલ'

મુંબઈ:સંજય લીલા ભણસાલીની ભત્રીજી શર્મિન સહગલ અને જાવેદ જાફરીના પુત્ર મિઝાન જાફરી બોલિવૂડમાં ફિલ્મ મલાલથી ડેબ્યૂ કરી રહ્યા છે. ફિલ્મનો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા સહિત ઇન્ટરનેટ પર રિલીઝ કરાયો છે. ફિલ્મ પદ્માવત બાદ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી એક મ્યુઝિકલ ફિલ્મ મલાલ લઈને આવ્યા છે. ફિલ્મ એક રોમેન્ટિક લવ સ્ટોરી છે જેનું દિગ્દર્શન મંગેશ હડાવલેએ કર્યું છે. ફિલ્મના નવા પોસ્ટરમાં નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ ૨૮ જૂનના સ્થાને હવે પાંચમી જુલાઈએ રિલીઝ થવાની છે.

(5:32 pm IST)