ફિલ્મ જગત
News of Monday, 27th May 2019

સોશિયલ મીડિયા પર આ ક્રિકેટરના નિધનના ખોટા સમાચાર આપી ટ્રોલ થયો અરશદ વારસી

મુંબઈ:સોશિયલ મીડિયા પર શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને વનડે ક્રિકેટમાં વિસ્ફોટક બલ્લેબાજ સનથ જયસૂર્યાના નિધનની નકલી ખબરો આગની જેમ ફેલાઈ હતી. આ તમામ વચ્ચે બોલીવુડ એક્ટર અરશદ વારસીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ક્રિકેટરના નિધનના સમાચારને શેર કરી દીધા. આ ન્યુઝને શેર કરી વારસીએ તો સનથ જયસૂર્યાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અરશદે લખ્યુ કે આ ખુબજ શોકિંગ અને દુખદ સમાચાર છે. આશ્ચર્યની વાત છે કે અરશદની સાથે સાથે તમામ પ્રશંસકો પણ આ સમાચારને લઈને પૂર્વ ક્રિકેટરને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે કેટલાક લોકો એ અરશદને કહ્યુ કે ભાઈ સાચવીને આ ક્રિકેટર હજુ જીવિત છે. જયસૂર્યાને શ્રદ્ધાંજલિ આપવાના કારણે અરશદને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એક યૂઝરે લખ્યુ કે આ ખોટા સમાચાર છે સર. એક યૂઝરે ગુસ્સાવાળી ઈમોજી સાથે કમેન્ટ કરી હતી. પહેલા કન્ફર્મ કરી ત્યારબાદ પોસ્ટ કરો. એક યૂઝરે લખ્યુ કે ભાઈ મારા પહેલા સમાચારની ખરાઈ તો કરી લો. આ સમાચાર પહેલા જ જાહેર થઈ ચુક્યુ છે કે આ ખોટી માહિતી છે. વાસ્તવમાં કેનાડામાં એક કાર અકસ્માતમાં શ્રી લંકાના ક્રિકેટર જયસૂર્યાના નિધનના સમાચાર ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાયા હતા. જો કે પાછળથી ખુદ જયસૂર્યાએ આ તમામ વાતોને અફવા ગણાવી હતી. જયસૂર્યાએ કહ્યુ કે હું એકદમ સાજો નરવો છું.

(5:31 pm IST)