ફિલ્મ જગત
News of Monday, 27th May 2019

તબ્બુ હવે લંડન જશે...સૈફ સાથે ફિલ્મનું શુટીંગ

તબ્બુ હવે સૈફ અલી ખાન સાથે કામ કરી રહી છે. તાજેતરમાં અજય દેવગણ અને રકૂલ પ્રિત સિંહ સાથેની ફિલ્મ દે દે પ્યાર દે રિલીઝ થઇ છે. જેને દર્શકો અને વિવેચકોએ વખાણીછે. તબ્બુ હવે આગામી ફિલ્મના શુટીંગ માટે લંડન જશે. સૈફ અલી ખાન સાથે તે જવાની-દિવાની નામની ફિલ્મ કરી રહી છે. જૈકી ભગનાની નિર્મિત આ ફિલ્મનું નિર્દેશન નિતિન કક્કડ કરી કરશે. આશા છે કે સૈફ અને તબ્બુની જોડી દર્શકોને પસંદ પડશે. નિતિન એક ખુબ સારા નિર્દેશક છે. તેણે હાલમાં નોટબૂકનું નિર્દેશન કર્યુ હતું. ફિલ્મીસ્તાન અને મિતરો જેવી ફિલ્મ પણ બનાવી હતી. સૈફ અને તબ્બુ આ ફિલ્મમાં રોમાન્સ કરતાં જોવા મળશે. સૈફ અલીની ફિલ્મ 'લાલ કપ્તાન' પણ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે નાગા સાધુના રોલમાં છે. જેના પોસ્ટરે ભારે આકર્ષણ જગાવ્યું છે.

 

(11:43 am IST)