ફિલ્મ જગત
News of Monday, 27th May 2019

શુટીંગ વખતે ભાવુક થઇ ગયો વરૂણ

અભિનેતા વરૂણ ધવન હાલમાં 'સ્ટ્રીટ ડાન્સર થ્રીડી'ના કામમાં વ્યસ્ત છે. આ ફિલ્મ એબીસીડી ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. જેમાં શ્રધ્ધા કપૂર મુખ્ય રોલમાં છે. રેમો ડિસુઝાની આ ફિલ્મ નવેમ્બ્ર ૨૦૧૯માં રિલીઝ થશે. વરૂણ આ ફિલ્મના શુટીંગના સેટ પરથી અવાર-નવાર તસ્વીરો પોસ્ટ કરતો રહે છે. હાલમાં જ તેણે એક તસ્વીર પોસ્ટ કરી હતી. જેમાં તે ભાવુક દેખાઇ રહ્યો છે. તેની આંખ ભીની થઇ ગઇ હતી. આ અંગેનું કારણ પુછતાં તેણે કહ્યું હતું કે એક ગીતના શુટીંગ વખતે તે લાગણીશીલ થઇ ગયો હતો. વરૂણે તસ્વીર સાથે લખ્યું હતું કે એક જ ટેકમાં અનેક વર્ષની લાગણીઓ બહાર આવી ગઇ. એક હાથે આપો અને બીજા હાથે લ્યો, ડાયરેકટર અને એકટરની જિંવદગીનો આ બહુ મોટો હિસ્સો છે. વરૂણ આ પછી પિતા સાથેની ફિલ્મ કુલીનંબર-૧ની રિમેકમાં કામ કરશે.

(11:43 am IST)