ફિલ્મ જગત
News of Sunday, 27th May 2018

કિંગખાનના સૌથી નાના પુત્ર અબરામનો આજે જન્મદિવસ : શેર કરી તસ્વીર

ત્રીજા બાળકનો જન્મ સરોગસીથી થયો છે.: શાહરુખ-ગૌરીનો ખુલાસો

મુંબઈ :બોલીવુડના સ્ટાર શાહરૃખખાનના સૌથી નાના પુત્ર અબરામનો આજે જન્મદિવસ છે આ પ્રસંગે ટ્વીટર પર એક તસ્વીર શેર કરી છે જેમાં ગૌરીના ગોદમાં અબરામ બેઠેલ નજરે પડે છે

શાહરૂખ ખાનના સૌથી નાના દીકરા અબરામનો જન્મ 27 મે, 2013માં થયો હતો. આજે અબરામ પાંચ વર્ષનો થયો છે. શાહરૂખ-ગૌરીએ ખુલાસો કર્યો હતો કે તેમના ત્રીજા બાળકનો જન્મ સરોગસીથી થયો છે. 50ની નજીક પહોંચેલા શાહરૂખને ત્રીજા સંતાનની શું જરૂર પડી? કહેવાય છે કે ગૌરીની ભાભીએ અબરામને જન્મ આપ્યો છે. શાહરૂખે જેનેટિક્સ નક્કી કરીને એવું બાળક પેદા કરાવ્યું કે જેનામાં સ્ટાર વેલ્યૂ હોય.

(12:49 pm IST)