ફિલ્મ જગત
News of Tuesday, 27th April 2021

આશા ઘણી હતી પણ આ શો ટીવી પરદે લાંબુ ન ટકી શકયો

ટીવી પરદે શરૂ થતાં નવા શો પૈકીના અમુક એટલા સુપરહિટ થઇ જાય છે કે વર્ષોના વર્ષો સુધી ચાલતાં રહે છે. પરંતુ અમુક શોની ટીઆરપી એકદમ નબળી આવતાં આવા શો બહુ લાંબુ ટકતા નથી. સ્ટાર ભારત પર શરૂ થયેલા શો અમ્મા કે બાબુ કી બેબીની હાલત કંઇક આવી જ થઇ છે. ખુબ મોટા ધૂમધડાકા સાથે ફેબ્રુઆરીમાં શરૂ થયેલા આ શોને બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. વિભા ચિબ્બર, કરણ ખન્ના અને ગોૈરી અગ્રવાલ અભિનીત આ શોમાં મા-દિકરો અને ગર્લફ્રેન્ડની કહાની હતી. ઉત્તર પ્રદેશને આ શોમાં દેખાડાયું હતું. ચેનલને આશા હતી કે શો જોરદાર હિટ નિવડશે. પરંતુ આ આશા ઉપર પાણી ફરી વળ્યું હતું અને નાછુટકે શોનું બાળમરણ થયું છે. શો શરૂ થાય ત્યારે સોથી દોઢસો એપિસોડનો સમય નક્કી થતો હોય છે. આ શોને તેની નિયત અવધી પહેલા જ બંધ કરવો પડ્યો છે. અમ્મા કે બાબુ કી બેબીને બંધ કરવાનો આદેશ આપી દેવાયો છે.

(10:14 am IST)