ફિલ્મ જગત
News of Tuesday, 27th April 2021

રશ્મિ દેસાઇએ ફરી ચાહકોને કર્યા પાગલ

ટીવી પરદાની જાણીતી અભિનેત્રી રશ્મિ દેસાઇ સોશિયલ મિડીયા પર પણ સતત સક્રિય રહે છે. તે ઇંસ્ટાગ્રામ પર અવાર-નવાર આગ લગાડતી તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. ભોજપુરી ફિલ્મો અને બિગ બોસમાં પણ ભાગ લઇ ચુકેલી રશ્મિએ તાજેતરમાં બેડ રૂમની બોલ્ડ તસ્વીરો મુકી હતી. જેને ચાહકોએ ખુબ પસંદ કરી હતી. અનેક લોકોએ હાર્ટની ઇમોજી સાથે તેને ભરપુર પ્રેમ આપ્યો હતો. તેની રશ્મિ હાલમાં પહેલા કરતાં ખુબ વધુ હોટ અને સુંદર દેખાઇ રહી છે. તેના આ ટ્રાન્સફોર્મેશનને સોૈએ પસંદ કર્યુ છે. ૨૦૦૪માં જુદાઇ ફિલ્મથી અભિનય શરૂ કરનારી રશ્મીએ શાહરૂખ-રવીના ટંડન સાથે શિતલનો રોલ નિભાવ્યો હતો. ટીવી પરદે રશ્મિને વધુ ઓળખ મળી હતી. રાવણ સિરીયલમાં ૨૦૦૬માં કામ કર્યા બાદ ઉતરન સિરીયલથી ઘર ઘરમાં ઓળખ મળી હતી. છેલ્લે તે નાગિન-૪માં પણ હતી. રિયાલીટી શો પણ તે કરી ચુકી છે.

(10:13 am IST)