ફિલ્મ જગત
News of Wednesday, 27th March 2019

વધુ એક કોરિયન ફિલ્મની હિન્દી રિમેકમાં સલમાન ખાન

મુંબઈ: સુપર સ્ટાર સલમાન ખાન નજીકના ભવિષ્યમાં પોતાના બનેવી અને ફિલ્મ નિર્માતા અતુલ અગ્નિહોત્રી સાથે વધુ એક કોરિયન ફિલ્મની હિન્દી રિમેકમાં કામ કરશે એવી જાણકારી મળી હતીહાલ સલમાન અલી અબ્બાસ ઝફરની ભારત પૂરી કરવામાં છે અને ત્યારબાદ એ પોતાની સુપરહિટ સિરિઝ દબંગની ત્રીજી કડી શરૃ કરશે. સાથોસાથ સંજય લીલા ભણસાલીની ઇન્શાલ્લાહ ફિલ્મ પણ કરવાનો છે. આ દિશામાં લેટેસ્ટ માહિતી એવી છે કે ભારત પછી વધુ એક કોરિયન ફિલ્મના રાઇટ્સ અતુલે ખરીદી લીધા છે અને એની હિન્દી રિમેકમાં પણ સલમાન ચમકવાનો છે. ભારત પણ એક કોરિયન હિટ ફિલ્મ ઓડ ટુ માય ફાધર પરથી હિન્દીમાં બની રહી છે. અતુલે વેટરન નામની કોરિયન ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધા છે અને એમાં સલમાન ખાન મુખ્ય રોલ કરવાનો છે. એમાં એક એવા ડિટેક્ટિવની કથા છે જે ધુરંધર વેપારીના કાળાં કામો જાહેર કરવાની દિશામાં સક્રિય છે.આમ અત્યારે અક્ષય કુમારની જેમ સલમાનની ડાયરી પણ ફૂલ છે. 2020ની આખર સુધી એની પાસે કોઇ તારીખો ખાલી નથી.

(5:33 pm IST)