ફિલ્મ જગત
News of Wednesday, 27th March 2019

સાહિર લુધિયાણાની બાયોપિકમાં અભિષેક બચ્ચન-તાપસી પન્નુની જોડી

મુંબઈ: છેલ્લા લાંબા સમયથી સંજય લીલા ભણસાલી પોતાની આગામી લવ સ્ટોરી પર આધારિત ફિલ્મ માટે લીડ સિતારાઓની શોધ કરી રહ્યા હતા. જે હવે પૂર્ણ થઈ ગઈ છે. સાહિર લુધિયાનવીના જીવન પરથી બની રહેલી બાયોપિકમાં અભિષેક બચ્ચન સાહિરની ભૂમિકાને તો તાપસી પન્નુ તેની પ્રેમિકા અમૃતા પ્રીતમના કિરદારને ન્યાય આપવાની છે. ગયા વર્ષે અભિષેક બચ્ચન અને તાપસી પન્નુ ફિલ્મ મનમર્ઝિયાંમાં સાથે જોવા મળ્યા હતા. આ એક લવટ્રાયન્ગલ ફિલ્મ હતી. જેમાં વિકી કૌશલ તાપસીનો બોયફ્રેન્ડ તો અભિષેક તેના પતિની ભૂમિકામાં હતો. આ બાયોપિક ફિલ્મ પર કામ ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં શરૂ થવાનું છે.

(5:29 pm IST)