ફિલ્મ જગત
News of Wednesday, 27th March 2019

મહેશ બાબુએ સિંગાપોરથી સ્ટેચ્યુ હૈદરાબાદ મગાવીને લોન્ચ કર્યું

મહેશ બાબુનું વેકસનું સ્ટેચ્યુ હૈદરાબાદમાં આવેલા તેના પોતાના મલ્ટિપ્લેકસમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સ્ટેચ્યુને સિંગાપોરમાં આવેલા મેડમ ટુસો મ્યુઝિયમમાં મુકવામાં આવશે. મેડમ ટુસોએ પહેલી વાર એવું કર્યું છે કે તેમણે સેલિબ્રિટીના સ્ટેચ્યુને મ્યુઝિયમની બહાર લોન્ચ કર્યું હોય અને એ પણ બીજા દેશમાં મહેશ બાબુનું આ સ્ટેચ્યુ ખાસ સિંગાપોરથી હૈદરાબાદ લાવવામાં આવ્યું હતું. આ ફોટોને મહેશ બાબુએ સોશ્યલ મિડીયા પર શેર પણ કર્યો હતો.

(11:39 am IST)