રણબીરની ટેલન્ટ સાથે સરખામણી કરવા માટે મારે ચાર ખુરશીઓની જરૂર પડે છેઃ અમિતાભ બચ્ચન
મુંબઈ,તા.૨૭: અમિતાભ બચ્ચનને રણબીર કપૂરની ટેલન્ટ સાથે સરખામણી કરવા માટે ચાર ખુરશીઓની જરૂર પડે છે. અયાન મુખરજીની 'બ્રહ્માસ્ત્ર'માં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન અને મૌની રોય જોવા મળશે. ૨૦૨૦ની ૪ ડિસેમ્બરે 'બ્રહ્માસ્ત્ર' હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે. ફિલ્મના સેટ પરનો એક ફોટો અમિતાભ બચ્ચને શૈર કર્યો છે. ફોટોમાં અમિતાભ બચ્ચન ચાર ખુરશીઓ પર અને રણબીર કપૂર બે ખુરશી પર બેઠા છે. આ ફોટો ટ્વિટર પર શેર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે 'કામ સવારના ૬ વાગ્યે શરૂ કરવામાં આવે છે. રિહર્સલ, બ્લોકિંગ અને બાદમાં ફેવરિટ્સની સાથે એનું શૂટિંગ કરવાનું. મને તેની ટેલન્ટ સાથે તાલમેલ બેસાડવા માટે ચાર ખુરશીઓની જરૂર પડે છે.'