ફિલ્મ જગત
News of Thursday, 27th February 2020

દિલ્હી ક્રાઇમમાં યુવા આઇએએસ અભિષેક સિંહને મળ્યો રોલ

ડિઝીટલ પ્લેટફોર્મ ઓટીટી પર અગાઉ રિલીઝ થયેલી સિરીઝ દિલ્હી ક્રાઇમ ખુબ સુપરહિટ નિવડી હતી. હવે દિલ્હી ક્રાઇમની સિઝન-૨ આવી રહી છે. જેમાં દેશના સોૈથી પ્રસિધ્ધ યુવા આઇએએસ અધિકારીઓ પૈકીના એક અભિષેક સિંહ પોતે જ પોતાનો રોલ નિભાવતાં જોવા મળશે. તેમણે અનેક અશ્વિસનિય કામોને અંજામ આપ્યો છે. અભિષેકએ રાજધાનીમાં અનેક ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીનું નેતૃત્વ પણ તેણે સફળતા પુર્વક પાર પાડ્યું હતું. દિલ્હીમાં ઓડ ઇવન ટ્રાફિકની યોજનાનું સંચાલન પણ તેની દેખરેખમાં થયું છે. તેઓ એક બાઇક અને સારા રીડર પણ છે.

તેમને એક દિવસ કાસ્ટીંગ ડાયરેકટર મુકેશ છાબડાનો ફોન આવ્યો હતો. નિર્માતાને એક યુવા આઇએએસ અધિકારીના રૂપમાં વાસ્તવિક જીવનના પાત્રની શોધમાં હતાં. તેણે અભિષેકમાં વિશ્વાસ મુકયો અને અભિષેક પણ આ પાત્ર નિભાવવા તૈયાર થઇ ગયા હતાં.

(10:10 am IST)