ફિલ્મ જગત
News of Thursday, 27th January 2022

પડકારરૂપ ભુમિકા સતત મળતી રહેવાની વાણીને આશા

અભિનેત્રી વાણી કપૂર બોલીવૂડમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં પાંચ ફિલ્મોમાં જોવા મળી છે. ૨૦૧૩માં શુધ્ધ દેસી રોમાન્સ ફિલ્મથી શરૂઆત કરી હતી. છેલ્લે તે ચંદીગઢ કરે આશિકી ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના સાથે દેખાઇ હતી. આયુષ્યમાન આ ફિલ્મમાં જીમ અને ફિટનેસ ટ્રેનરના રોલમાં હતો. વાણીએ ટ્રાન્સગર્લનો રોલ નિભાવ્યો હતો. વાણી કહે છે આ ફિલ્મના મારા રોલે મારી કાબેલીયત છતી કરી છે. નિર્માતાઓને પણ મારું કામ ગમ્યું છે. મને આશા છે કે હજુ વધુને વધુ પડકારરૂપ ભુમિકાઓ મને મળતી રહેશે અને આવા રોલ માટે મારો સંપર્ક કરવામાં આવશે. હું દિલચશ્પ ફિલ્મો સાથે સતત જોડાવા ઇચ્છુ છું. મને વિશ્વાસ છે કે કોઇપણ ફિલ્મના પાત્ર ભજવવામાં હું મારી સંપુર્ણ શકિતનો ઉપયોગ કરીશ. દર્શકોને સતત મનોરંજન આપી શકાય એ રીતે હું અભિયન સફર આગળ વધારીશ.   વાણી કપૂર હવે રણબીર કપૂર સાથે સમશેરામાં જોવા મળશે.

(10:30 am IST)