ફિલ્મ જગત
News of Thursday, 27th January 2022

આ રોલ પડકારજનક હતોઃ આમના શરીફ

અભિનેત્રી આમના શરીફે ટીવી પરદે ૨૦૦૩માં કહીંતો હોગા શો થકી એન્ટ્રી કરી ખુબ સફળતા મેળવી હતી. અહિ આજ સુધી સક્રિય આમનાએ બોલીવૂડમાં છ જેટલી ફિલ્મો પણ કરી છે. હવે તે વેબ સિરીઝમાં પોલીસ અધિકારીના રોલમાં જોવા મળી છે. તાજેતરમાં રિલીઝ થયેલી સિરીઝ ડેમેજ્ડ-૩માં તેણે પોલીસનો રોલ નિભાવ્યો છે. પહેલી વખત તેણે પોલીસનો રોલ કરવાનો હોઇ શુટીંગ પહેલા ખાસ વર્કશોપમાં ભાગ લીધો હતો. આ સિરીઝ સાઇકોલોજિકલ થ્રિલર જોનરની છે. જેમાં તેણે ડીએસપી રશ્મિ સિંહનો રોલ નિભાવ્યો છે. શ્રેણુ પરીખ પણ શોમાં છે. શ્રેણુએ પત્રકારની ભુમિકા ભજવી છે. આમનાએ કહ્યું હતું કે મેં કદી પણ પરદા પર પોલીસ અધિકારીનો રોલ નિભાવ્યો નહોતો. આ  રોલ મારા માટે પડકારજનક હોવાથી ખાસ તાલિમ લેવી પડી હતી.  રશ્મીસિંહનો રોલ મારી અસલી જિંદગીથી તદ્દન અલગ છે. આ પાત્રની માનસિકતાને સમજવા માટે મારે ખુબ મહેનત કરવાની જરૂર હતી. જે મેં કરી હતી.

(10:30 am IST)