ફિલ્મ જગત
News of Wednesday, 27th January 2021

ટીવી શો 'એ મેરે હમસફર' માં જોડાઈ નિધિ ઝા

મુંબઈ: અભિનેત્રી નિધિ ઝા સીરિયલ 'એ મેરે હમસફર' ની ટીમમાં જોડાઈ છે. અભિનેત્રીએ ભોજપુરી ફિલ્મો અને હિન્દી ટીવી શોમાં પોતાની ઓળખ બનાવી છે. નિધિએ કહ્યું કે, "હું મારા ભોજપુરીની ભૂમિકા જેટલી જ હિંદી શોમાં કામ કરવાનો આનંદ માણું છું. તે મારા માટે એક અલગ જ આકર્ષણ ધરાવે છે. બિંદિયા હાયની જેમ સૌમ્ય નૃત્યાંગના તરીકે હું 'એ મેરે હમશફર'ની કાસ્ટમાં જોડાઇને રોમાંચિત છું. " આ સિરિયલ દંગલ ટીવી પર પ્રસારિત થશે.

(5:24 pm IST)